હું શોધું છું

હોમ  |

માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી, ગૃહનો સંદેશ
Rating :  Star Star Star Star Star   

ગૃહ વિભાગનો મુખ્ય હેતુ સમગ્ર રાજયમાં આંતરિક સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણીનો છે.

        આ ઉપરાંત રાજયમાં આંતરિક સુરક્ષાની જાળવણી, રાજયની આંતરિક સલામતી, ગુનાઓની તપાસ, શોધખોળ તથા પ્રોસીકયુશન, જાહેર સુલેહ શાંતિ, રાજય સામેના  ગુનાઓ, ઈન્ટેલીજન્સ, રાજકીય અને કોમી બનાવો, અનિચ્છનીય બનાવો તથા તોફાનોથી થતા વિક્ષેપો, કોમી એખલાસ, પાસપોર્ટ અને વિઝા, લાંચ રૂશ્વત વિરોઘી કાર્યવાહી, ગૃહરક્ષક દળ, નાગરિક સંરક્ષણ, ગ્રામરક્ષક દળ, રાજય અનામત પોલીસ દળ, રેલવે પોલીસ, હથિયાર તથા દારૂગોળાનું લાયસન્સ, ન્યાય સહાયક વિજ્ઞાન, રક્ષા શકિત યુનિવર્સીટી, જેલ, નશાબંધી, આબકારી, માનવ અધિકારને લગતી કામગીરી પણ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

        રાજય સરકારે કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી અને રાજયની પ્રજાને આંતરિક સલામતી માટે પ્રજા અને પોલીસ વચ્ચે સહકાર વધારવા સહિત પારદર્શિતા લાવવા, પોલીસતંત્રના આધુનિકીકરણ માટે અને પોલીસદળમાં કામ કરતા સૌ માટે કલ્યાણકારી યોજનાઓના અમલ ઉપર વિશેષ ભાર મૂકયો છે.

        ગુજરાત રાજયમાં લાંબાગાળાથી સ્થિર અને સબળ નેતૃત્વ ધરાવતી સરકારને કારણે ગુનેગારો માથુ ઉચકી શકતા નથી, રાજય કોઇપણ પડકારને પહોંચી વળવા સક્ષમ બન્યુ છે અને રાજયમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ પ્રવર્તે છે. આ માટે સતત કાર્યરત પોલીસદળના બહાદુર અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ પણ અભિનંદનને પાત્ર છે.

        અંતમાં હું એમ કહીશ કે, રાજયને વિકાસની નવી રાહ ચિંધનાર સ્વર્ણિમ ગુજરાતના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પંચ શકિતના પંચામૃત પૈકી રક્ષાશકિત થકી ગુજરાત રાજયમાં શાંતિ, સુરક્ષા, સલામતી અને સમૃદ્ધિના સુભગ-સંગમ-સમન્વય સાથેના વિકાસનો ચતુષ્કોંણ રચાયો છે.

જય હિંદ          જય ગુજરાત         જય ભારત

 

 


 આપની સેવામાં

ફરિયાદ કેવી રીતે નોંધાવવી
લાંચરૂશ્વત વિશે સંપર્ક
નાગરિક અધિકારપત્ર
માહિતી મેળવવાનો અધિકાર
સૂત્રો (સ્લોગન્સ)
ગુજરાત રાજય સેવા (વર્તણૂક) નિયમો ૧૯૭૧
ગુજરાત રાજય સેવા (શિસ્‍ત અને અપીલ) નિયમો-૧૯૭૧
અધિકારી /કર્મચારીએ આપવાની થતી માહિતીના ફોર્મસ
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો
શું કરવું અને શું નકરવું

ફરિયાદ

 
  Contact Matrix

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

  સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ
 

   Disclaimer      |     Feedback

Last updated on 27-08-2015
s