લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

પરિચય

7/7/2022 10:11:53 AM

પરિચય અને ઇતિહાસ

લાંચ રુશવત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદની શરૂઆતતા.૩0/0૯/૧૯૬૩ના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી કરવામાં આવી.

લાંચ રુશવત વિરોધી બ્યુરોમાં નિયામક તરીકે મુખ્ય પોલીસ અધિકારીકક્ષાના અધિકારીની નિમણૂક આપવામાં આવી હતી. તેઓને ગૃહ વિભાગના વહીવટી અંકુશ અનેસીધા જ માર્ગદર્શન નીચે ખાતાના વડાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નિયામકને મુખ્યપોલીસ અધિકારી અને નિયામક તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો‍ છે. નિયામક તરીકેપોલીસ મહાનિદેશક દરજ્જાના અધિકારીને નિમણૂક આપવામાં આવે છે. હાલમાં  નિયામક તરીકે  વિશેષ નિયામક (અધિક પોલીસ મહાનિદેશક) દરજજાના અઘિકારીને મુકવામાં આવેલ છે. એકઅધિક નિયામક (પોલીસ મહાનિરીક્ષક) અને એક સંયુકત નિયામક (નાયબ પોલીસમહાનિરીક્ષક) દરજ્જાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત લાંચ રુશવત વિરોધી બ્યુરોની કામગીરીને વધુ અસરકારકબનાવવા જુદી જુદી સાત વિભાગીય કચેરીઓ અમદાવાદ, મહેસાણા, વડોદરા, સુરત, રાજકોટ,જૂનાગઢતેમજબોર્ડર એક્મ, ભૂજખાતે કાર્યરત છે, આ કચેરીઓમાં મદદનીશ નિયામક (નાયબ પોલીસ અધીક્ષક) દરજ્જાનાઅધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

લાંચ રુશવત વિરોધી બ્યુરો ખાતે કુલ-૧૦૮ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓનુ મહેકમ રાજ્યના વિવિધ ૩૭ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફાળવવામાંઆવેલ છે તે પૈકી હાલ કુલ-૩૪ પોલીસ ઇન્સ્પેક્ટર કાર્યરત છે. રાજ્યના ડાંગ સિવાયનાતમામ જિલ્લાઓમાં એ.સી.બી, પોલીસ સ્ટેશન આવેલું છે. દરેક એ.સી.બી. પોલીસ સ્ટેશનમાંબે પોલીસ ઇન્સ્પેક્ટર, હેડ પોલીસ કોન્સ્ટેબલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કક્ષાનાઅધિકારીઓ લાંચ રુશવત વિરોધી બ્યુરોની કામગીરી ફરજ બજાવી રહેલ થાય છે. બ્યુરોનીકામગીરીને લક્ષ્યમાં રાખીને સંજોગો મુજબ ઉપરના સંખ્યા બળમાં જરૂરી ફેરફાર કરવામાંઆવે છે.