લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

મુખ્ય પ્રવૃતિઓ

7/7/2022 9:18:55 AM

બ્યુરોની કાર્યપદ્વતિનું સંક્ષિપ્તમાં વિવરણઃ બ્યુરોની કાર્યપદ્વતિ (Methodology) ચાર પ્રકારની છે.

 • ટ્રેપ કેસ: આ કેસમાં લાંચ લેતી વખતે જાહેર સેવકને રંગે હાથ પકડવા માટે આયોજન કરવામાં આવે તો લાંચ આપનાર ફરિયાદી વિરુદ્વ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

  • ફરિયાદીની ફરિયાદ ઉપરથી લાંચનુ છટકું ગોઠવવામાં આવે છે.

  • સરકારી પંચો સાથે ફરિયાદ પ્રમાણે આયોજન કરવામાં આવે છે.

  • ફિનોલ્પ્થેલીન પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે.

  • આક્ષેપિતની ધરપકક સુધી કામગીરીની સંપૂર્ણ ગુપ્તતા રાખવામાં આવે છે.

  • વીજાણુ ઉપકરણોનો પણ છટકાના કામે ઉપયોગ કરવામાં આવે છે, જેવાં કે વોઇસ રેકોર્ડર અને ટ્રાન્સમિટર.

  • દસ્તાવેજી, સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવાઓનું સંકલન કરી ચાર્જશીટ કરવામાં આવે છે.

 • ડિકોય કેસઃ

  • ભ્રષ્‍ટાચાર સંભવિત સંવેદનશીલ ક્ષેત્રો પર નજર રાખવામાં આવે છે.

  • સંભવિત સવેદનશીલ ક્ષેત્રમાં બ્યુરો દ્વારા પબ્લિકના માણસને તૈયાર કરીને મોકલવામાં આવે છે.

  • સરકારી પંચો સાથે લાંચ અંગેના છટકાનું આયોજન કરવામાં આવે છે.

  • ફિનોલ્પ્થેલીન પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે.

  • આક્ષેપિત લાંચ સ્‍વીકારે તો તેના ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે. દસ્તાવેજી, સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવાઓનું સંકલન કરી ધરપકડ કરી ચાર્જશીટ કરવામાં આવે છે.

 • અપ્રમણસર મિલકત વિરુદ્વના કેસઃ

  • જાહેર સેવક અથવા તેની આશ્રિત વ્‍યક્તિ દ્વારા એકઠી કરેલી અપ્રમાણસર મિલકતની ગુપ્ત તપાસ હાથ ધરવામાં આવે છે.

  • આક્ષેપિત દ્વારા વસાવેલી અપ્રમાણસર મિલકત સંબંધે ચેક પિરિયડ નક્કી કરવામાં આવે છે.

  • આક્ષેપિત દ્વારા કાયદેસરની એજન્સીને પોતાના કાયદેસરના આવકના સ્ત્રોત (જેવા કે ખેતી, ભેટ, વારસાઈથી મેળવેલી આવકના સ્ત્રોતો)ની જાણ પ્રવર્તમાન કાયદા અને જાહેર સેવકને લાગુ પડતા શિસ્‍ત અને વર્તણૂકના નિયમો, હુકમો મુજબની કરેલી હોવી જોઈએ.

  • આક્ષેપિતની કાયદેસરની કુલ આવકની સામે વસાવેલી મિલકતનું પ્રમાણ તેની કાયદેસરનાં સાધનો દ્વારા મેળવેલી આવક સામે ખર્ચ બાદ કરતાં રહેતી બચત કરતાં વધારે ન હોવું જોઈએ.

  • આક્ષેપિતની મિલકતોનું સરકારમાન્ય મૂલ્‍યાંકનકાર દ્વારા મૂલ્યાંકન કરાવવામાં આવે છે અને તે પ્રકારે મિલકતની કિંમતના પુરાવા મેળવવામાં આવે છે.

 •  લાંચ અને અપ્રમાણસર મિલકત અંગેના આક્ષેપોની અરજીની તપાસોઃ

  • બ્યુરોમાં જાહેર પ્રજા તરફથી આવતી નામ જોગ અરજીઓની તપાસ પણ હાથ ધરવામાં આવે છે.

  • બ્યુરો દ્વારા જાહેર પ્રજા તરફથી આવતી અરજીઓ અંગે ગુપ્ત તથા જરૂર જણાયે ખુલ્‍લી તપાસ હાથ ધરવામાં આવે છે.

  • અરજીની તપાસમાં ભ્રષ્ટ અધિકારીની અપ્રમાણસર મિલકતો જણાઈ આવતાં તેની વિરુદ્વ ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.