લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

શું કરવું / શું ન કરવું

5/17/2022 5:54:33 AM
 • શું કરવું :
  • કોઈ પણ જાહેર સેવા વિભાગ, પ્રભાગ કે કચેરીના જાહેર સેવકે પ્રજાલક્ષી કામોને પોતાની કાયદેસરની ફરજનો ભાગ સમજી જાહેર હિતમાં આવી ફરજો બજાવી કાર્ય કરવું અને તેના અવેજમાં પોતાના અંગત લાભ ખાતર કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ, ભેટ, સોગાદ (તોષણ) કે નાણાંની અપેક્ષા ગેરકાયદે હોઈ, આવો કોઈ સ્વીકાર કરવો નહીં.

  • જો કોઈ જાહેર સેવક પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપેનું કાર્ય કરવા માટે નાગરિક પાસેથી લાંચ, ભેટ, સોગાદ (તોષણ), કે ગેરકાયદે અવેજની માગણી કરે અથવા હોદ્દાનો દુરુપયોગ કરી આવી માગણી કરે તો તે નાગરિકે આ અંગે જાહેર સેવક સાથે લાંચની રકમની લેતી-દેતી અંગેનો સમય નક્કી કરી એ.સી.બી. ના અધિકારી રૂબરૂ આવી ફરિયાદ જાહેર કરવી જોઈએ.

  • કોઈ જાહેર સેવક પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવતાં હોય અને તેમને ફરજ દરમિયાન કાયદેસરનાં કામોમાં તરફદારી કરી આપવા સામેની વ્‍યક્તિ લાલચ, પ્રલોભન આપી લાંચ આપવાની પેરવી કરે તો તે સંજોગોમાં જાહેર સેવકે પણ એ.સી.બી.ના અધિકારી રૂબરૂ આવી ફરિયાદ જાહેર કરવી જોઈએ.

  • જાહેર સેવકએ તેની કાયદેસરની આવકના સ્ત્રોત તેમ જ વસાવેલી સ્થાવર / જંગમ મિલકત અંગેની તત્સમયે લાગુ પડતા શિસ્ત અને વર્તણૂકના નિયમોની જોગવાઈ મુજબ નિયત સમયમર્યાદામાં જાણ / મંજૂરી / પૂર્વમંજૂરી સક્ષમ અધિકારીને કરવી જોઈએ. તેમ જ આશ્રિતો કોઈ ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા હોય અથવા અન્ય આવક ધરાવતા હોઈ તો તેની પણ જાણ કરવી જોઈએ.

  • જાહેર સેવકએ તેમની તમામ પ્રકારના સ્ત્રોતની આવક આવકવેરા અધિનિયમ અતર્ગત તેમના આવકવેરા રિટર્નમાં જાહેર કરવી જોઈએ.
    

 • શું નહીં કરવું :

  • કોઈ પણ જાહેર સેવક તેની કાયદેસરની ફરજમાં આવતું કાર્ય કરવા માટે કોઈ પણ પ્રકારની લાંચ, ચીજવસ્તું, ભેટસોગાદ કે ગેરકાયદે અવેજની માગણી નાગરિક પાસે કરે તો તેના પ્રભાવમાં આવી કોઈ માગણી સ્વીકારવી નહીં અને છતાં આવો પ્રસંગ બને તો બ્યુરોના અધિકારીનો અવશ્ય સંપર્ક સાધી ફરિયાદ જાહેર કરવી.

  • લાંચના દૂષણથી પ્રેરાઈ પોતાના અંગત લાભને ઘ્યાનમાં લઈ જાહેર સેવક પાસેથી કામ કરાવવાથી જાહેર હિત અને રાષ્ટ્રને આથિર્ક નુકસાન થતું હોય તેની સામાજિક, વિકાસ, વહીવટી, શૈક્ષણિક, સુરક્ષા, વેપાર વીગેરે ક્ષેત્રો ઉપર વિપરીત અસર પડતી હોઈ, આવી પ્રથા સામાજિક દૂષણ સમજી તેનાથી દૂર રહેવું જોઈએ.