લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

લાંચ રુશવત બાબતે ફરીયાદ

7/6/2025 4:35:16 AM

લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો

લાંચ રૂશ્વત બાબતે ફરીયાદ:-

કોઈ પણ વ્‍યક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચ  રૂશ્વત ની માગણી કરવામાં આવે ત્યારે તે વ્‍યક્તિની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચ  રૂશ્વત  વિરોધી ખાતાની રચના કરેલી છે. જેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે શાહીબાગમાં છે, જ્યારે ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને બોર્ડર એકમ ખાતે વિભાગીય કચેરીઓ આવેલી છે જેમાં નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. તેમ જ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્‍ય,  ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર,પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત શહેર, સુરત ગ્રામ્‍ય, વલસાડ અને ડાંગ, નવસારી, તાપી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્‍ય, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેભભૂમિ-દ્રારકા, જુનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, કચ્‍છ(પશ્વિમ) ભૂજ, કચ્છ(પૂર્વ) ગાંધીધામ,  પાટણ અને બનાસકાંઠા ખાતે લાંચ  રૂશ્વત  વિરોધી બ્યુરોના પોલીસ સ્ટેશનો આવેલા છે જેમાં પોલીસ ઇન્‍સ્‍પેક્ટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. કોઈ પણ ખાતાના કર્મચારી વિરુદ્ધની લાંચ રૂશ્વત સંબંધી ફરિયાદ તેઓને આપી શકે છે.