લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો.

7/7/2022 10:44:47 AM

નિયમ સંગ્રહ-૧
સંગઠનની વિગતો, કાર્યો અનેફરજો.

  • લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજય અમદાવાદની શરૂઆતતા.૩૦/૯/૧૯૬૩ ના રોજ મુંબઈ રાજય માંથી ગુજરાત રાજય અલગ થયા પછી કરવામાં આવેલછે.
     
  • લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનું મુખ્ય કાર્ય ભ્રષ્ટાચાર નિવારણ માટેકાયદાકીય પગલાં લેવાનું મુખ્ય કામ છે. તેમજ રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારના વિભાગોતથા વિવિધ નિગમો તેમજ જાહેર સેવાઓમાં ચાલતી લાંચ રૂશ્વતની બદી દુર કરવાનો ઉદ્દેશછે.
     
  • જાહેર સેવકો ઉપર લાંચના છટકાઓ અને ડિકોય છટકાનું આયોજન કરીશકય એટલો મહત્તમ ભ્રષ્ટાચાર નાબુદ કરવાનો હેતુ છે. તેમજ બ્યુરો દ્વારા ભ્રષ્ટ જાહેરસેવકો શોધી કાઢી તેમની લાંચિયા વૃતિ સંબંધે તેમના વિરુદ્ધ ગુનાઓ નોંધી ભ્રષ્ટાચારનિવારણ અદ્યિનિયમ-૧૯૮૮ હેઠળ તપાસ ચલાવવામાં આવે છે. ઉપરાંત જે ભ્રષ્ટ જાહેર સેવકોપોતાની દેખિતી આવકના સાધનોના પ્રમાણમાં અપ્રમાણસર મિલ્કતો ધરાવતાં હોય, તેવા જાહેરસેવકો વિરુદ્ધની ગુપ્ત માહિતી મેળવીને ગુનાઓ નોંધી બ્યુરો ઘ્વારા કાર્યવાહી કરવામાંઆવે છે. અને સરકારશ્રી તથા ગુજરાત તકેદારી આયોગ તથા જાહેર જનતાના સભ્યો તરફથીભ્રષ્ટ જાહેર સેવકો વિરુદ્ધની ભ્રષ્ટાચારના આક્ષેપોવાળી અરજીઓની તપાસ પણ બ્યુરોઘ્વારા કરવામાં આવે છે.
  • જ્યારે કોઇ રાજ્ય સરકારનો કર્મચારી પોતાની સત્તાનો દુરૂપયોગ કરી પોતે લાભ મેળવે અથવા બીજા કોઇને લાભ અપાવે તેવા કિસ્સાઓમાં સત્તાનો દુરૂપયોગ અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે છે.