લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

નિર્ણય લેવાની કાર્યપદ્ધતિ

7/2/2025 7:52:13 AM

નિયમ સંગ્રહ-૩
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાનીકાર્યપઘ્ધતિ

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીમાં જુદા જુદા સ્તરે નિર્ણયલેવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • જે અરજીની તપાસ સરકારશ્રી/તકેદારી આયોગ તરફથી બ્યુરોને સોંપવામાંઆવે છે. તેનો આખર નિર્ણય સરકારશ્રી/ તકેદારી આયોગ ઘ્વારા જ લેવામાં આવે છે. આવીતપાસ અંગે બ્યુરો તરફથી કોઈ આખરી નિર્ણય લેવામાં આવતો નથી. માત્ર તપાસ અહેવાલમોકલવામાં આવે છે. સિવાય કે આયોગ કે સરકારે બ્યુરોને આખર નિર્ણય લેવા જણાવેલ હોય તેસંદર્ભેમા બ્યુરોમાં નિર્ણય લેવાય છે. 
  • લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ઘ્વારા હાથ ધરાયેલ તપાસોમાં વર્ગ-૧ નાઅધિકારી વિરુઘ્ધની તપાસમાં આખર નિર્ણય સરકારશ્રીના જે તે વિભાગ ઘ્વારા કરવામાં આવેછે. 
  • બ્યુરો ઘ્વારા હાથ ધરાયેલ વર્ગ-ર ના અધિકારીની તપાસ નો આખર નિર્ણયઅધિક નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ઘ્વારા કરવામાં આવે છે. 
  • બ્યુરો ઘ્વારા વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઑની હાથ ધરાયેલતપાસનો આખર નિર્ણય સંયુકત નિયામકશ્રી ઘ્વારા કરવામાં આવે છે.
  • ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ હેઠળ દાખલ થયેલ ગુનામાં તપાસનાઅંતે આરોપી વિરૂઘ્ધ નામદાર કૉર્ટમાં ફૉજદારી કાર્યવાહી કરવા માટે આરોપીના સંબંધિતવિભાગના સક્ષમ અધિકારી પાસેથી પ્રોસીકયુશન મંજુરી મેળવવામાં આવે છે. ત્યારબાદકૉર્ટમા કાર્યવાહી કરવામાં આવે છે.