લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

કાર્યો કરવા માટેના નિયમો/વિનિયમો/સૂચનાઓ/નિયમસંગ્રહ

7/1/2025 11:52:47 AM

નિયમ સંગ્રહ-

 

કાર્ય કરવા માટેના નિયમો/વિનિયમો/સૂચનાઓ/નિયમ સંગ્રહ અને દફતરો.

 

જાહેર સેવકો સામેની લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટ રીત રસમો અપનાવીને જાહેર સેવક દ્વારા તેની જાણીતી આવકના સ્ત્રોતોના પ્રમાણમાં એકઠી કરવામાં આવેલ અપ્રમાણસર મિલ્કતો વસાવવા અંગેના આક્ષેપો કરતી અરજીઓની તપાસ બ્યુરો દ્વારા કરવામાં આવે છે. 

 

જાહેર સેવક દ્વારા ઉપર જણાવેલ બાબતમાં કસુર થઈ હોય તો તેવા કિસ્સામાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ ૭,૧ર,૧3(૧) અને ૧3(ર) તથા ૧3 (૧) (ઈ) મુજબ ગુનાઓ નોંધીને જાહેર સેવક સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે.  

 

અપ્રમાણસર મિલ્કતના કેસોમાં ક્રિમીનલ લો-એમેન્ડમેન્ડ ઓડીર્નન્સ-૧૯૪૪ ની જોગવાઈઓ અનુસાર કરાયેલ કાર્યવાહી કરવામાં આવે છે અને કોર્ટની મદદથી અપ્રમાણસર મિલ્કતોનો નિકાલ ન થઈ જાય તે માટે ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ અધિનિયમ ભારત સરકાર દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવેલ હોઈ, રાજય સરકારના અન્ય કોઈ નિયમો, વિનિયમો એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતી નથી.  

 

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે ગુજરાત રાજયમાં ૩૩ જીલ્લાઓના મુખ્ય મથક અને ૪ મહાનગર પાલિકા ખાતે ૩૭ એ.સી.બી. પોલીસ સ્ટેશનો ખોલવામાં આવેલ છે.