લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

સૂત્રો (સ્લોગન્સ)

7/5/2025 10:30:01 PM
  •  ભ્રષ્ટાચાર એ સામાજિક દૂષણ છે. તેનાથી દેશનું પતન થાય છે અને સમાજ અંધકારની ગર્તામાં ધકેલાય છે.
  • ભ્રષ્ટાચારનો ભરડો દેશના વિકાસને થંભાવી સામાજિક સુવ્યવસ્થાને ઉધઇની જેમ કોરી ખાય છે અને રાષ્ટ્રીય તંત્ર ખોખલું બનાવે છે.
  • ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા પ્રત્યેક નાગરિક જાગ્રત બની તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રતીકસમાન આગળ આવે.
  • ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે નાગરિકો પરનો અત્યાચાર, અત્યાચારને ડામવા સમાજે ઘોર નિદ્રામાંથી જાગવું જરૂરી બન્‍યું છે.
  • ભ્રષ્ટાચાર ઊભી પૂંછડીએ ભાગશે, પણ જ્યારે દરેક નાગરિક સાબદો થઈ સ્વાભિમાનથી તલવાર વીંઝશે.
  • આપણે સૌએ, મારું નહીં આપણાપણાના ભાવે ભ્રષ્ટાચારી બાળજતનને અટકાવી જાહેર સેવાને ઉગારવા કમર કસવી પડશે.
  • જો આપણે સુખી થવું હોય તો, ભ્રષ્ટાચારને તિલાંજલિ આપવી પડશે અને દેશના ખરા નાગરિક તરીકેની ફરજો અદા કરવી પડશે.
  • લાંચ આપવી તે લાંચ સ્વીકારવા કરતાં મોટો ગુનો અને પાપ છે.
  • તોષણ એ માનવીય ગુણોને ભ્રષ્ટ બનાવી, સમાજને અધઃપતનના માર્ગે લઇ જાય છે.
  • ભ્રષ્ટાચારનો રાક્ષસ વિકાસશીલ રાષ્ટ્રને આભડી રહ્યો હોય ત્યારે માનવીય ગુણોમાં ભ્રષ્ટપણું રાષ્ટ્ર માટે લાંછન અને કેન્સર સમો રોગ છે.