હું શોધું છું

હોમ  |

નાગરિક અધિકાર પત્ર
Rating :  Star Star Star Star Star   

Top of Form

લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો

 


                                   નાગરિક અધિકાર પત્ર

 

ગુજરાત સરકાર

નાગરિક અધિકાર પત્ર :

૧. જાગૃત નાગરિક શું કરી શકે ?

૨. લાંચની કાનૂની વ્યાખ્યા અને તેની સરળ સમજ

૩. બ્યુરોની કામગીરીઃ પદ્વતિની ટૂંકમાં સમજ

. વિકસિત સમાજ સાથે બ્યુરોની કટિબદ્વતા

૫. બ્યુરોનું વહીવટી માળખું.

બ્યૂરોની મુખ્ય કચેરી અને ક્ષેત્રિય કચેરીના સરનામા અને ટેલીફોન નંબર.

- જવાબદાર નાગરિક - મિત્રતાપૂર્ણ સરકાર.

- કંટ્રોલ રૂમ: ટેલીફોન નંબર : ૦૭૯-૨૨૮૬૯૨૨૮, ૨૨૮૬૦૩૪૧, ૨૨૮૬૦૩૪૨, ૨૨૮૬૦૩૪૩,                            

 ફેકસ નં.: ૨૨૮૬૬૭૨૨, મોબાઈલ નંબર: ૯૦૯૯૯ ૧૧૦૫૫ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૪૪૪૪૪  Email : cr-acb-ahd@gujarat.gov.in

 

    ભ્રષ્‍ટાચાર નાબૂદીમાં જાગૃત નાગરિક શું કરી શકે ?

 

Ø    કોઈ જાહેર સેવક દ્વારા તમારી પાસે કાયદેસરની રકમ સિવાય લાંચની માગંણી કરવામાં આવે તો તાત્કાલિક નજીકની લાંચ રૂશ્વત વિરોધી કચેરીનો સંપર્ક કરો.

 

Ø    કોઈ જાહેર સેવક દ્વારા અપ્રમાણસર મિલકતો વસાવેલ હોવા અંગેની આપને જાણ હોય તો તે વિગતો સાથે નજીકની લાંચ રૂશ્વત વિરોધી કચેરીનો સંપર્ક કરો, અથવા લેખિતમાં વિગતવાર માહિતી બ્યૂરોના નિયામકશ્રીને પણ મોકલી શકો છો.

 

Ø    પ્રમાણિક અધિકારી/કર્મચારીને તેની ફરજથી ચલિત થવા લાલચ-પ્રલોભન આપી ખરીદ કરવાનો પ્રયત્‍ન કરવામાં આવે તો આવા પ્રમાણિક અધિકારી/કર્મચારી પણ ફરિયાદ કરી શકે છે અને તે આધારે પણ લાંચના છટકાનું આયોજન થાય છે.

 

Ø    સંવેદનશીલ જગ્યાઓએ ભ્રષ્‍ટાચાર ચાલતો હોય અને તેમાં મેળાપીપણામાં લાંચની રકમની આપલે થતી હોય અને ફરિયાદ થવાની શક્યતા ન હોય તો જાગૃત નાગરિક તરીકે ગુપ્ત માહિતી બ્યૂરોને આપી શકાય છે. બ્યૂરો દ્વારા આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

Ø    કોઈ ખાનગી વ્યકિત જાહેર સેવક વતી લાંચ સ્વીકારે અથવા લાગવગ ચલાવવા માટે ગેરકાયદેસરના સાધનો દ્વારા લાંચ લે તેવા ખાનગી વ્યકિત પર પણ ગુનો દાખલ થઈ શકે છે.

Ø    સરકારી સંપત્તિનો દુર્વિનિયોગ થતો હોય તે અંગે પણ બ્યૂરોને ગુપ્ત માહિતી આપી શકાય છે.

Ø    રાજય સેવક દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરી સરકારશ્રીને નાણાકીય નુકશાન થાય અને તેનાથી  અન્ય વ્યકિતને લાભ કરાવે તે રીતે કરવામાં આવેલ ગુન્હાહિત ગેરવર્તન અંગેની લેખિતમાં માહિતી પણ આપી શકાય છે.

 

 

૨.   લાંચની કાનૂની વ્યાખ્યા અને તેની સરળ સમજ  

Ø    સમાજમાં પ્રવર્તમાન ભ્રષ્‍ટાચારના સંદર્ભમાં લાંચ રૂશ્વત શબ્દ પ્રચલિત છે. સામાન્ય નાગરિક લાંચ એટલે કાયદેસરનું કામ કરાવવા માટે આપવી પડતી નાણાકીય રકમ તેટલું જ સમજે છે, પરંતુ લાંચ શબ્દનો વિસ્‍તૃત અર્થ છે. લાંચ એટલે ફક્ત નાણાકીય વ્યવહાર જ નહીં, પરંતુ જાહેર સેવકને કામગીરી કરવા કે ન કરવા માટે આપવામાં આવતી ભેટ કે બક્ષિસ સ્વરૂપની વસ્તુનો પણ સમાવેશ થાય છે.

 

Ø    ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ની કલમ-૨(ગ)માં જાહેર સેવક એટલે જાહેર સેવા હોય અથવા સરકારના પગારદાર હોય અથવા કોઈપણ કાર્ય, જેમાં પ્રજાનુ બહોળું હિત હોય તેવી જાહેર ફરજ બજાવવા માટે જેને ફી કે કમિશનરૂપે સરકાર તરફથી મહેનતાણું કે આથિર્ક સહાય મળતી હોય તેવી કોઈ સંસ્થાના કર્મચારી, અધિકારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી અનુદાન મેળવતી કોઈપણ સરકારી કંપની, સંસ્થા, યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, કોર્પોરેશન કે સત્તામંડળોના હોદ્દેદારો અને કર્મચારી, અધિકારીઓ સમાવેશ થાય છે.

Ø    જાહેર સેવક કાયદેસરના મહેનતાણાં સિવાય કોઈપણ જાહેર હિતનું કામ કરવા કે ન કરવા માટે રોકડ નાણું, ભેટ કે કીમતી વસ્તુની માંગણી કરે તો આ અધિનિયમની કલમ ૭ મુજબ ગુનો કરે છે અને ગુનો સાબિત થયે પાંચ વર્ષ સુધીની (કેદ તથા દંડની) શિક્ષા થઈ શકે છે.

Ø    આ અધિનિયમની કલમ- ૧૨ નીચે જાહેર સેવકને જાહેર હિતના કામ માટેની કાયદેસરની ફી હોય તે સિવાયની રકમ આપવી તે પણ ગુનો બને છે.

Ø    ગુનો સાબિત થયે પાંચ વર્ષ સુધી (કેદ તથા દંડ)ની શિક્ષા થઈ શકે છે. જાહેર સેવક દ્વારા અથવા તેના આશ્રિત વ્‍યક્તિ દ્વારા વસાવેલી સ્થાવર જંગમ મિલકતો બાબતોનો તેણે આપેલો હિસાબ જો અનિયમિત જણાય તો તેની વિરુદ્વમાં કલમ - ૧૩ (૧) (ઇ) નીચે ગુનો દાખલ થઈ શકે અને ગુનો સાબિત થયે સાત વર્ષ સુધીની (કેદ તથા દંડની) શિક્ષા થઈ શકે છે.

૩.    બ્યૂરોની કાર્યપદ્વતિનું સંક્ષિપ્તમાં વિવરણઃ

          બ્યૂરોની કાર્યપદ્વતિ (Methodology)  પાંચ પ્રકારની છે.

           (૧)    ટ્રેપ કેસ

           (૨)    ડિકોય કેસ

           (૩)    અપ્રમાણસર મિલકતના રોકાણના કેસ

           (૪)   જાહેર સેવક દ્વારા સત્તાનો દુરુપયોગ 

        (૫)   અરજીની તપાસ

          

 

 

(૧)   ટ્રેપ કેસ:   

૧.    આ કેસમાં લાંચ લેતી વખતે જાહેર સેવકને રંગે હાથ પકડવા માટે આયોજન કરવામાં આવે છે.

૨.      લાંચ આપનાર ફરિયાદી વિરુદ્વ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

૩.      ફરિયાદીની ફરિયાદ ઉપરથી લાંચનું છટકું ગોઠવવામાં આવે છે.

૪.      આક્ષેપિતની ધરપકડ સુધી કામગીરીની સંપૂર્ણ ગુપ્તતા રાખવામાં આવે છે.

૫.      દસ્તાવેજી, સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવાઓનું સંકલન કરી કાર્યવાહી કરવામાં આવે છે.

 

(૨)    ડિકોય કેસઃ

૧.     ભ્રષ્‍ટાચાર સંભવિત સંવેદનશીલ ક્ષેત્રો પર નજર રાખવામા આવે છે.

 

૨.     સંભવિત સંવેદનશીલ ક્ષેત્રમાં બ્યૂરો દ્વારા ડિકોય માટે છટકાનું આયોજન કરવામાં આવે છે.

 

(૩)   અપ્રમાણસર મિલકત વિરુદ્વના કેસઃ

૧.     જાહેર સેવક અથવા તેની આશ્રિત વ્‍યક્તિ દ્વારા એકઠી કરેલી અપ્રમાણસર મિલકતની  

            ગુપ્ત તપાસ હાથ ધરવામાં આવે છે.

૨.     આક્ષેપિતની મિલકતોનું સરકારમાન્ય મૂલ્‍યાંકનકાર દ્વારા મૂલ્યાંકન કરાવવામાં આવે છે અને તે     પ્રકારે મિલકતની કિંમતના પુરાવા મેળવવામાં આવે છે.

૩.     આક્ષેપિતની મિલકત અપ્રમાણસર જણાય તો આ અધિનિયમ હેઠળ ગુનો દાખલ         કરવામાં  આવે છે.

 

 

 

 

 

 (૪)  જાહેર સેવક દ્વારા સત્તાનો દુરુપયોગ (ગુનાહિત ગેરવર્તન)

૧.   કોઈ જાહેર સેવક પોતાના કાયદેસરનાં મહેનતાણા સિવાયનાં લાભ મેળવે

  કોઈ જાહેર સેવક પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાને માટે અથવા બીજી કોઈ વ્યકિત માટે કોઈ કિંમતી વસ્તુ અથવા આર્થિક(નાણાકીય) ફાયદો મેળવે/અપાવે.

૩.  કોઈ જાહેર સેવક તરીકે હોદ્દો ધરાવતી વખતે કોઈપણ વ્યકિત માટે, કોઈ કિંમતી વસ્તુ અથવા આર્થિક ફાયદો કોઈપણ પ્રકારના જાહેર હિત સિવાય મેળવે. 

(૫)    અરજીની તપાસોઃ

                બ્યૂરો દ્વારા જાહેર પ્રજા તરફથી આવતી નામ જોગ અરજીઓની ગુપ્ત તથા જરૂર જણાયે ખુલ્‍લી તપાસ         હાથ ધરવામાં આવે છે. અરજીની તપાસમાં ભ્રષ્ટ અધિકારીની લાંચની પ્રવૃત્તિ અંગે ડિકોયનું આયોજન તથા અપ્રમાણસર મિલકતો જણાઈ આવતાં તેની વિરુદ્વ ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

 

૪.  વિકસિત સમાજ સાથે બ્યૂરોની કટિબદ્વતા:  

ઇ-ગવર્નન્સ

       બ્યૂરોની મુખ્ય કચેરી તેમ જ તાબા હેઠળની ક્ષેત્રિય કચેરીઓમાં કોમ્પ્યુટરાઇઝેશન અને આધુનિકીકરણ સરકારની રાહબરી હેઠળ તબક્કાવાર થઈ રહ્યું છે.  આધુનિકીકરણ હેઠળ બ્યૂરો વીજાણું યંત્રો, વોઇસ રેકોર્ડિંગ અને વિડિયોગ્રાફીની મદદથી કેસના પુરાવા એકત્ર કરવાની સક્ષમતા પણ ધરાવે છે. આ ક્ષેત્રે પણ બ્યૂરોએ મહત્‍વની સફળતાઓ મેળવેલ છે.

 

(૧)   ઇ-ગવર્નન્સ હેઠળ તપાસના કામે જરૂરી/ ઉપયોગી માહિતી ઓન લાઇન કોમ્પ્યુટર દ્વારા સરકારશ્રીના વિવિધ વિભાગોની વેબસાઇટ ઉપરથી મેળવવામાં આવે છે.

 

(૨)   બ્યૂરોને ઇ-મેઇલ મારફતે  આવતી જાહેર જનતાની અરજીઓનો સ્‍વીકાર કરી, તટસ્‍થપણે તપાસ થાય અને દરેકને યોગ્ય ન્યાય મળે એ બ્યૂરોનું ધ્‍યેય છે, જે સરકારશ્રીના ભ્રષ્‍ટાચાર નિર્મૂલન અભિયાનનો એક ભાગ છે.

(૩)   બ્યૂરો ખાતે તેમજ તેની વિભાગીય કચેરીઓ ખાતે કાયદાકીય સલાહકાર, નાણાકીય સલાહકાર, રેવન્યુ સલાહકાર તથા કોમ્પ્યુટર વગેરે વિજાણુ યંત્રોના તજજ્ઞોની નિમણૂંક કરવામાં છે, જેથી જટિલ કેસોમાં સલાહ/માર્ગદર્શન મેળવી નામદાર કોર્ટમાં યોગ્ય રીતે કેસ મૂકી શકાય.

 

આવો, આપણે જાહેર તંત્રને ભ્રષ્‍ટાચારના ભરડામાંથી મુકત કરીએ, દેશને સલામત અને સુરક્ષિત બનાવીએ.

૫. લાંચ રૂશ્વત વિરોધી બ્‍યૂરોનું વહીવટી માળખું :

નિયામક (ડી.જી.પી.)

વિશેષ નિયામક (એડી.ડી.જી.પી..)

અધિક નિયામક (આઈ.જી.પી.)

સંયુક્ત નિયામક (ડીઆઇજીપી)

(૧)   મદદનીશ નિયામક (મુખ્‍ય મથક), એ.સી.બી. અમદાવાદ            

(૨)   મદદનીશ નિયામક (ફિલ્‍ડ-૨)

(૩)   મદદનીશ નિયામક (ફિલ્‍ડ-૩),         

 

 

મદદનીશ નિયામક, અમદાવાદ એકમ, અમદાવાદ  

૧)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્‍ટે., અમદાવાદ

૨)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્‍ટે., અમદાવાદ

૩)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, ખેડા એ.સી.બી. પો.સ્‍ટે., નડીયાદ

૪)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, આણંદ એ.સી.બી. પો.સ્‍ટે., આણંદ

મદદનીશ નિયામક, મહેસાણા એકમ, મહેસાણા.

૧)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, મહેસાણા એ.સી.બી. પો.સ્‍ટે., મહેસાણા.

૨)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, સાબરકાંઠા એ.સી.બી. પો.સ્‍ટે., હિંમતનગર.

૩)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, ગાંધીનગર એ.સી.બી. પો.સ્‍ટે., ગાંધીનગર

 

મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા

૧)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, વડોદરા શહેર એ.સી.બી. પો.સ્‍ટે., વડોદરા.

ર)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, વડોદરા ગ્રામ્‍ય એ.સી.બી. પો.સ્‍ટે., વડોદરા.

૩)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, દાહોદ એ.સી.બી. પો.સ્‍ટે., દાહોદ.

૪)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, પંચમહાલ એ.સી.બી. પો.સ્‍ટે., ગોધરા.

૫)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, ભરૂચ એ.સી.બી. પો.સ્‍ટે., ભરૂચ.

૬)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, નર્મદા એ.સી.બી. પો.સ્‍ટે., રાજપીપળા.

મદદનીશ નિયામક, સુરત એકમ, સુરત.

૧)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્‍ટે., સુરત.

ર)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, સુરત ગ્રામ્‍ય એ.સી.બી. પો.સ્‍ટે., સુરત.

૩)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, નવસારી એ.સી.બી. પો.સ્‍ટે., નવસારી.

૪)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્‍ટે., વલસાડ

૫)    પોલીસ ઈન્સ્પેકટર, તાપી એ.સી.બી. પો.સ્‍ટે., વ્યારા.

મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ    

૧)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્‍ટે., રાજકોટ.

ર)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, રાજકોટ ગ્રામ્‍ય એ.સી.બી. પો.સ્‍ટે., રાજકોટ.

૩)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, સુરેન્‍દ્રનગર એ.સી.બી. પો.સ્‍ટે., સુરેન્‍દ્રનગર.

૪)      પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, જામનગર એ.સી.બી. પો.સ્‍ટે., જામનગર.

 મદદનીશ નિયામક, બોર્ડર એકમ, ભૂજ

૧) પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, કચ્‍છ(પશ્વિમ)એ.સી.બી. પો.સ્‍ટે., ભુજ.

૨) પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, કચ્‍છ(પૂર્વ )એ.સી.બી. પો.સ્‍ટે., ગાંધીધામ

૩) પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્‍ટે., પાલનપુર

૪)પોલીસ ઈન્સ્પેકટર, પાટણ એ.સી.બી. પો.સ્‍ટે., પાટણ.

 

મદદનીશ નિયામક, જુનાગઢ એકમ, જુનાગઢ.

૧)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, જુનાગઢ એ.સી.બી. પો.સ્‍ટે., જૂનાગઢ.

૨)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, પોરબંદર એ.સી.બી. પો.સ્‍ટે., પોરબંદર.

૩)    પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, અમરેલી એ.સી.બી. પો.સ્‍ટે., અમરેલી.

૪) પોલીસ ઇન્‍સ્‍પેક્ટર, ભાવનગર એ.સી.બી. પો.સ્‍ટે., ભાવનગર.

 

   લાંચ રૂશ્વત વિરોધી બ્‍યૂરો કચેરી તેમજ તાબા હેઠળ આવેલી તમામ કચેરીઓના અધિકારીઓના    નામ, સરનામા, હોદ્દા તથા  ટે.નં. ની વિગત.:

 

અ.નં.

વિભાગ/કચેરીનું નામ

કચેરીનું સરનામું  તથા કચેરીનો ફોન તથા ફેકસ નંબર કચેરીનો ઈ-મેઈલ એડ્રેસ

મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચરૂશ્વત વિરોધી બ્યૂરો, ગુ.રા. અમદાવાદ

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૯૨૨૩ ફેકસ-૨૨૮૬૬૭૨૨

dir-acb-ahd@ gujarat.gov.in

વિશેષ નિયામકશ્રી, લાંચરૂશ્વત વિરોધી બ્યૂરો, ગુ.રા. અમદાવાદ

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૯૨૨૪ ફેકસ-૨૨૮૬૬૭૨૨

addir-acb-ahd@ gujarat.gov.in

 

અધિક નિયામકશ્રી, લાંચરૂશ્વત વિરોધી બ્યૂરો, ગુ.રા. અમદાવાદ

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૯૨૨૭ ફેકસ-૨૨૮૬૬૭૨૨

jtdirnw-acb-ahd@ gujarat.gov.in

 

સંયુકત નિયામકશ્રી, લાંચરૂશ્વત વિરોધી બ્યૂરો, ગુ.રા. અમદાવાદ

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૦૯૩૮ ફેકસ-૨૨૮૬૬૭૨૨

jtdir-acb-ahd@ gujarat.gov.in

 

મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી. મુ.મ., અમદાવાદ

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૯૨૨૫ ફેકસ-૨૨૮૬૬૭૨૨

મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી.ફીલ્ડ-૧ મુ.મ., અમદાવાદ

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૯૨૨૬ ફેકસ-૨૨૮૬૬૭૨૨

મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી.ફીલ્ડ-૨ મુ.મ., અમદાવાદ

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૫૨૮૧ ફેકસ-૨૨૮૬૬૭૨૨

મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી.ફીલ્ડ-૩ મુ.મ., અમદાવાદ       

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૦૩૪૪ફેકસ-૨૨૮૬૬૭૨૨

પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એ.સી.બી ફીલ્ડ, મુ.મ., અમદાવાદ

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૯૨૨૬ફેકસ-૨૨૮૬૬૭૨૨

૧૦

મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૯૨૩૦ ફેકસ-૨૨૮૬૬૭૨૨

૧૧

પો.ઈ.શ્રી, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે., અમદાવાદ

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૯૨૩૦ ફેકસ-૨૨૮૬૬૭૨૨

polstn-acb-ahd@ gujarat.gov.in

૧૨

પો.ઈ.શ્રી, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે., અમદાવાદ

બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ૨૨૮૬૯૭૪૯ ફેકસ-૨૨૮૬૬૭૨૨

૧૩

પો.ઈ.શ્રી, ખેડા એ.સી.બી. પો.સ્ટે., નડિયાદ

બી-૧ર, સરદાર ભવન, નડીયાદ ૦૨૬૮-૨૫૫૦૦૫૮ ફેકસ- ૨૫૫૦૦૫૮

polstn-acb-khe@ gujarat. gov.in

૧૪

પો.ઈ.શ્રી, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ

એસ.ડી.ઓ. કવાર્ટર નં.-ર, મહી કેનાલ કોલોની, સોજીત્રા રોડ, આણંદ.               ૦૨૬૯૨- ૨૬૨૩૩૨

૧૫

મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી. મહેસાણા એકમ, મહેસાણા

બ્‍લોક નં. ૪, ત્રીજો માળ, બહુમાળી ભવન, મહેસાણા ૦૨૭૬૨- ૨૨૧૨૨૦

astdir -acb-meh@ gujarat. gov.in

૧૬

પો.ઈ.શ્રી, મહેસાણા એ.સી.બી. પો.સ્ટે., મહેસાણા

આઝાદ ચોક, મામલતદાર ઓફિસ કંપાઉન્‍ડ, તાલુકા પો.સ્‍ટે. પાસે, મહેસાણા ૦૨૭૬૨- ૨૩૭૪૩૯ polstn-acb-meh@ gujarat. gov.in

 

૧૭

પો.ઈ.શ્રી, સાબરકાંઠા એ.સી.બી. પો.સ્ટે., હિંમતનગર

જીલ્‍લા તિજોરી, બહુમાળી બિલ્‍ડિંગ, હિંમતનગર ૦૨૭૭૨- ૨૪૦૬૫૭

polstn-acb-sab@ gujarat. gov.in

૧૮

પો.ઈ.શ્રી, ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે., ગાંધીનગર

આર.ટી.ઓ. કચેરી કંપાઉન્‍ડ, સેકટર-૩૦, ગાંધીનગર ૦૭૯- ર૩ર૬૧૩૭૩

polstn-acb-gnr@ gujarat. gov.in

૧૯

મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા

વડોદરા યુનિટ, રૂમ નં. ૪૪, કલેકટર ઓફિસ પાસે, કોઠી કચેરી, વડોદરા  ૦૨૬૫- ૨૪૧૫ર૬૬

astdir-acb-vad@ gujarat. gov.in

૨૦

પો.ઈ.શ્રી, વડોદરા શહેર એ.સી.બી. પો.સ્ટે.,વડોદરા      

રૂમ નં. ૪૪, કલેકટર ઓફિસ પાસે, કોઠી કચેરી, વડોદરા ૦૨૬૫-૨૪૨૩૮૫૦                           polstn-acb-vad@ gujarat.gov.in

૨૧

પો.ઈ.શ્રી, વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે., વડોદરા      

રૂમ નં. ૪૪, કલેકટર ઓફિસ પાસે, કોઠી કચેરી, વડોદરા ૦૨૬૫-ર૪૧૪૫૫૫

૨૨

પો.ઈ.શ્રી, પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે., ગોધરા

સેવા સદન-ર, રૂમ નં. ૬૩-૬૪, ભાંયતળિયે ગોધરા  ૦૨૬૭૨-૨૪૨૮૧૪

polstn-acb-pan@ gujarat. gov.in

 

૨૩

પો.ઈ.શ્રી, દાહોદ એ.સી.બી. પો.સ્ટે., દાહોદ

જૂની પ્રાંત કચેરી, બુરહાની સોસાયટી પાસે, દાહોદ  ૦૨૬૭૩-૨૪૯૩૦૦

૨૪

પો.ઈ.શ્રી, નર્મદા એ.સી.બી. પો.સ્ટે., રાજપીપળા

૧/૩, વડીયા પેલેસ, કાળીયાભૂત પાસે, રાજપીપળા  ૦૨૬૪૦-૨૨૩૦૦૭

૨૫

પો.ઈ.શ્રી, ભરૂચ એ.સી.બી. પો.સ્ટે., ભરૂચ

પહેલો માળ, મુસ્‍તુફા મંજીલ, ટેલીફોન એક્ષ્‍ચેન્‍જ પાસે, ભરૂચ ૦૨૬૪ર-૨૪૧૬૧૧

polstn-acb-bha@ gujarat. gov.in

૨૬

મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી. સુરત એકમ, સુરત

લાલ કોઠી, જુની સિવિલ લાઇન, નાનપુરા, સુરત

૦૨૬૧-૨૪૬૦૮૪

astdir-acb-srt@ gujarat. gov.in

 

૨૭

પો.ઈ.શ્રી, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે., સુરત

લાલ કોઠી, જુની સિવિલ લાઇન, નાનપુરા, સુરત

૦૨૬૧-૨૪૬૨૭૫૭

polstn-acb-srt@ gujarat. gov.in

 

૨૮

પો.ઈ.શ્રી, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે., સુરત

લાલ કોઠી, જુની સિવિલ લાઇન, નાનપુરા, સુરત

૦ર૬૧-ર૪૭૬૧૧૧

૨૯

પો.ઈ.શ્રી, નવસારી એ.સી.બી. પો.સ્ટે., નવસારી

તલાટીનો ચોરો, કુંભારવાડના નાકે, નવસારી

૦૨૬૩૭-૨૪૦૭૪૦

૩૦

પો.ઈ.શ્રી, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે, વલસાડ

પહેલો માળ, કલેકટર ઓફિસ, બહુમાળી બિલ્‍ડિંગ પાસે, વલસાડ ૦૨૬૩૨-૨૫૩૧૫૫

polstn-acb-val@ gujarat. gov.in

 

 

૩૧

પો.ઈ.શ્રી, તાપી એ.સી.બી. પો.સ્ટે., વ્યારા

સરકારી ટેકનીકલ ઇન્‍સ્‍ટીટયુટ કેમ્‍પસ, ’બીટાઇપ કવાટર્સ, કણજા ફાટક પાસે, વ્‍યારા ૦૨૬૨૬-૨૨૪૪૫૫

૩૨

મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ

જુનો ભાવનગરનો ઉતારો, ત્રિકોણ બાગ, રાજકોટ ૦૨૮૧-૨૨૨૪૬૫૫

astdir-ac-raj @ gujarat.gov.in

૩૩

પો.ઈ.શ્રી, રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે., રાજકોટ

જુનો ભાવનગરનો ઉતારો, ત્રિકોણ બાગ, રાજકોટ ૦૨૮૧-૨૨૩૫૦૯૯

polstn-acb-raj @ gujarat. gov. in

૩૪

પો.ઈ.શ્રી, રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે., રાજકોટ

જુનો ભાવનગરનો ઉતારો, ત્રિકોણ બાગ, રાજકોટ ૦૨૮૧-૨૨૩રર૯૯

૩૫

પો.ઈ.શ્રી, સુરેન્દ્વનગર એ.સી.બી. પો.સ્ટે., સુરેન્દ્વનગર

ટી.વી. સ્‍ટેશન પાસે, જીલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર, સુરેન્‍દ્રનગર ૦૨૭૫૨-૨૮૩૫૫૦

polstn-acb-snr @ gujarat. gov. in

૩૬

પો.ઈ.શ્રી, જામનગર એ.સી.બી. પો.સ્ટે., જામનગર

જુની પોસ્‍ટ ઓફિસનું મકાન, ખોજાનાકા, જામનગર ૦૨૮૮-રપપ૧૧૭પ

polstn-acb-jmr @ gujarat. gov. in

૩૭

મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર, એકમ , ભૂજ

ડી-૧/૩ પો.ઈ. કવાર્ટર, ન્યુ લોટસ કોલોની, હોસ્પિટલ રોડ, ભૂજ ૦૨૮૩૨-૨૫૨૫૨૪૪

૩૮

પો.ઈ.શ્રી, કચ્છ(પૂર્વ) એ.સી.બી. પો.સ્ટે., ગાંધીધામ

૪૦૦ કવાર્ટર, કલેકટર રોડ, ગાંધીધામ

૩૯

પો.ઈ.શ્રી, કચ્છ(પશ્વિમ) એ.સી.બી. પો.સ્ટે., ભૂજ  

પતવાડી નાકું, ફતેહ મહંમદ ખોરડો, ભુજ ૦૨૮૩૨-૨૫૦૨૫૪

polstn-acb-kut@ gujarat. gov.in

૪૦

પો.ઈ.શ્રી, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર

જોરાવર પેલેસ, કોર્ટ કંપાઉન્‍ડ, પાલનપુર ૦૨૭૪૨-૨૫૨૦૦૫

polstn-acb-ban@ gujarat. gov.in

૪૧

પો.ઈ.શ્રી, પાટણ એ.સી.બી. પો.સ્ટે., પાટણ

ઉંઝા ત્રણ રસ્તા, આશાપુરા પાટણ   ૦૨૭૬૬- ૨૩૧૧૨૦

૪૨

મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી. જૂનાગઢ એકમ, જૂનાગઢ

તળાવ ગેટ, શેરી નં.-ર સામે, જુનાગઢ ૦૨૮૫-૨૬૫૬૫૭૭

astdir-acb-jun@ gujarat. gov.in

૪૩

પો.ઈ.શ્રી, જૂનાગઢ એ.સી.બી. પો.સ્ટે., જૂનાગઢ

તળાવ ગેટ, શેરી નં.-ર સામે, જુનાગઢ ૦૨૮૫-૨૬૫૧૩૫ર

polstn-acb-jun@ gujarat. gov.in

૪૪

પો.ઈ.શ્રી, ભાવનગર એ.સી.બી. પો.સ્ટે., ભાવનગર

બ્‍લોક નં.-૩૩, એસ-૪, એનેક્ષી બહુમાળી બિલ્‍ડિંગ, ભાવનગર ૦૨૭૮-૨૪૨૦૯૮૦                              polstn-acb-bav@ gujarat. gov.in

 

૪૫

પો.ઈ.શ્રી, અમરેલી એ.સી.બી. પો.સ્ટે., અમરેલી

બિલ્‍ડિંગ રૂમ નં.-૬૬, કેન્‍ટીનની પાસે, બહુમાળી ભવન, અમરેલી ૦૨૭૯૨-૨૨૨૩૦૮ polstn-acb-amr@ gujarat. gov.in

 

૪૬

પો.ઈ.શ્રી, પોરબંદર એ.સી.બી.

એસ.એમ.પી. કવાર્ટર નં.-૧, પોરબંદર ૦૨૮૬-૨૨૧૧૯૯૯

 

 

 

 

 

       

 

 

જાગૃત નાગરિક તરીકે ભ્રષ્ટાચાર નો વિરોધ કરવા આટલુ જાણો

 

v    લાંચ રૂશ્‍વત વિરોધી બ્‍યૂરોની મુખ્‍ય ફરજ લાંચિયાવૃત્‍તિ આચારનાર તેમજ જે જગ્યાઓએ ભ્રષ્ટ રીતરસમો અપનાવી કાર્ય કરવામાં આવે છે, તેવી જગ્યાઓ શોધી કાઢી અનુક્રમે ટ્રેપ/ડિકોયની કાર્યવાહી કરવામાં આવે છે.

 

v    ભ્રષ્ટ રીતરસમોથી મિલકતો ભેગી કરનાર રાજય સેવકો વિરૂધ્‍ધ ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સચોટ કાયદાકીય કાર્યવાહી કરી, આવી મિલકતો જપ્ત કરવામાં આવે છે.

 

v    ભ્રષ્‍ટાચાર નિવારણના બ્‍યૂરોના મુખ્‍ય ધ્‍યેયની પ્રાપ્તિ માટે કોઇ પણ નાગરિકની લાંચ અંગેની ફરિયાદ આધારે છટકું આયોજિત કરવાની તેમજ લાંચિયાવૃત્‍તિ અંગેની અરજીઓ બાબતે ડિકોય/તપાસની કામગીરી બ્‍યૂરોની વડી કચેરી ખાતે ઉપલબ્‍ધ અધિકારીઓ, ૬ મદદનીશ નિયામકશ્રીઓની અમદાવાદ, મહેસાણા, વડોદરા, સુરત, રાજકોટ અને જુનાગઢ ખાતે આવેલ કચેરીઓ અને જુદા જુદા ૨૫ જીલ્‍લાઓમાં તેમજ ૪ પોલીસ કમિશનરેટ વિસ્‍તારના મળી કુલ ૩૦ એ.સી.બી. પોલીસ સ્‍ટેશનો મારફતે કરવાની થાય છે.

 

 

v    કોઇ પણ નાગરિક લાંચ રૂશ્‍વત અંગે હકૂમત ધરાવતા એ.સી.બી. પોલીસ સ્‍ટેશન ખાતે ફરિયાદ કરી શકે છે અને તે માટે કોઇ ફોર્મ કે ફી નિયત કરેલ નથી. ફરિયાદની જાહેરાત થયા પછી લાંચનું છટકું ગોઠવવા માટે કોઇ સમય-મર્યાદા નિર્દિષ્‍ટ કરાયેલ નથી, પરંતુ આક્ષેપિત રાજય સેવક સાથે લાંચની આપ-લે માટે નકકી થયેલ તારીખે છટકું ગોઠવવામાં આવે છે.

 

બ્યૂરોને અરજી મોકલતાં ધ્યાનમાં રાખો:

 

v    કોઇ પણ    નાગરિક    લાંચિયાવૃત્‍તિ   અંગેની   અરજી   નિયામકશ્રીને   કોરા   કાગળ   ઉપર   કે   ઇ-મેઇલ  (cr-acb-ahd@gujarat.gov.in) મારફતે મોકલી શકે છે. આવી અરજીઓ અંગે સચોટ કાર્યવાહી થઈ શકે તે હેતુસર શકય તેટલી સચોટ વિગતો ઉપરાંત, અરજદારે પોતાનું સાચું નામ, સરનામું અને ટેલિફોન નંબર અરજીમાં દર્શાવવા જોઇએ. અરજી તપાસ માટે કોઇ ચોકકસ સમય-મર્યાદા નિર્દિષ્‍ટ કરાયેલ નથી, પરંતુ દરેક અરજીનો નિકાલ વહેલામાં વહેલી તકે કરવામાં આવે છે.

 

v     રાજય સરકારનાં અધિકારી/કર્મચારી ઉપરાંત કેન્દ્વ સરકારના અધિકારી/કર્મચારીઓ વિરૂધ્ધ પણ પગલાં લેવા બ્યૂરો સક્ષમ છે, તેથી કેન્દ્વ સરકારના અધિકારી/કર્મચારી વિરૂધ્ધની પણ રજૂઆત નાગરિકો કરી શકે છે.

 

v    જો કોઇ સરકારી કર્મચારી/અધિકારી આપની પાસે લાંચની માંગણી કરતો હોય તો તેની જાણ એ.સી.બી. કન્‍ટ્રોલ રૂમ અમદાવાદ ખાતે ૦૭૯-૨૨૮૬૯૨૨૮, ૨૨૮૬૦૩૪૧, ૨૨૮૬૦૩૪૨, ૨૨૮૬૦૩૪૩ ટેલીફોનીક જાણ કરી લખાવી શકાય છે તેમજ એસ.એમ.એસ.થી માહિતી આપવી હોય તો એ.સી.બી.ના કન્‍ટ્રોલ રૂમમાં ઉપલબ્ધ મોબાઇલ નં. ૦૯૦૯૯૯૧૧૦૫૫ થી આપી શકશો. તેમજ એ.સી.બી. ખાતે ટોલ ફી નંબર ૧૮૦૦ ૨૩૩ ૪૪૪૪૪ ઉપર કરી શકાય છે. એ.સી.બી. કન્ટ્રોલ રૂમ અમદાવાદ ૨૪ કલાક કાર્યરત છે.

 

 

v    લાંચ રૂશ્‍વત અંગેની ફરિયાદ/અરજી માટે એ.સી.બી.ના સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રીનો કચેરી સમય દરમિયાન પો.સ્ટે.ના રૂબરૂમાં અથવા ટેલીફોન નંબરો ઉપર સંપર્ક સાધી શકાય છે તેમજ મદદનીશ નિયામકશ્રીનો પણ સંપર્ક સાધી ફરિયાદ કરી શકાય છે.

 

v    એ.સી.બી.ની વેબસાઈટ www.acb.gujarat.gov.in   છે જેના પર બ્યૂરો વિષેની અધતન માહિતી ઉપલબ્ધ છે.

 

 

v      ખોટા નામે કે બેનામી અરજી કરવામાં આવશે તો સરકારશ્રીની સ્થાયી સૂચનાનુસાર તેવી તેવી અરજી દફતરે કરવાપાત્ર થશે.તથા ખોટી માહિતી આપનાર વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

 

v    લાંચ રૂશ્‍વત વિરોધી બ્‍યૂરોની કામગીરી વિષે કોઇ ફરિયાદ હોય કે સુધારાત્‍મક સૂચનો હોય તો તે નિયામકશ્રીને ટપાલ/ઇ-મેઇલ મારફતે પાઠવી શકાય છે.

 

 

Bottom of Form

 

 


 આપની સેવામાં

ફરિયાદ કેવી રીતે નોંધાવવી
લાંચરૂશ્વત વિશે સંપર્ક
નાગરિક અધિકારપત્ર
માહિતી મેળવવાનો અધિકાર
સૂત્રો (સ્લોગન્સ)
ગુજરાત રાજય સેવા (વર્તણૂક) નિયમો ૧૯૭૧
ગુજરાત રાજય સેવા (શિસ્‍ત અને અપીલ) નિયમો-૧૯૭૧
અધિકારી /કર્મચારીએ આપવાની થતી માહિતીના ફોર્મસ
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો
શું કરવું અને શું નકરવું

ફરિયાદ

 
  Contact Matrix

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

  સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ
 

   Disclaimer      |     Feedback

Last updated on 13-09-2013