|
નિયમ સંગ્રહ-૧૫
માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો.
- લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા નાગરિકોને બ્યૂરોની કામગીરી અંગે વખતો વખત વર્તમાન પત્રોમાં સમાચાર રૂપે માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. દરેક સરકારી કચેરીઓમાં લાંચ રૂશ્વત અંગેની ફરિયાદ માટેના સંપર્ક ફોન નંબર નજીકના લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોના પોલીસ સ્ટેશનના ફોન નંબર સરનામું જાહેર કરતા બોર્ડ ઉપર મૂકવામાં આવ્યા છે.
- બ્યૂરોની મુખ્ય કચેરી ખાતે ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે તથા નાગરિક અધિકારપત્રની પુસ્તીકા પણ તૈયાર કરવામાં આવેલ છે અને તેનું વિતરણ કરી નાગરિકોને બ્યૂરોની કાર્યપધ્ધતિ અને વહીવટી માળખાની જાણ કરતી પ્રસિધ્ધી કરવામાં આવેલ છે.
- પ્રજાજન અત્રેની કચેરીના મોબાઈલ ફોન ઉપર એસ.એમ.એસ.ની તથા ઈ-મેલ થી ફરિયાદી આપી શકે તેના માટે અવાર-નવાર ટી.વી. ઉપર તથા મોબાઈલ મેસેજથી અત્રેના ફોન નંબર તથા ઈ-મેલ એડ્રેસની જાહેરાત આપવામાં આવે છે.
|
|